Charotar Sandesh
ઈન્ડિયા

વાદળ ફાટવાના કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ : યાત્રીઓનો નવો જત્થો રવાના

Amarnath Yatra

શ્રીનગર : Jammu Kashmirમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી Amarnath Yatra ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી Amarnath તીર્થયાત્રીઓનો નવો જત્થો જમ્મુ બેસ કેમ્પથી નીકળવા લાગ્યો છે. એક શ્રદ્ધાળુએ કહ્યું કે અમે લોકો પોતાના ઘરેથી પ્રણ લઇને આવ્યા છીએ કે ભોલેનાથના દર્શન કર્યા વગર અમે ઘરે જઇશું નહીં. બાબાના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા હતા પણ આ દુર્ઘટના થઇ હતી સરકારે ફરીથી યાત્રા શરુ કરી છે અને ઘણા પ્રશન્ન છીએ.

તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઉર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં. અમને બાબા ભોલેમાં પૂર્ણ વિશ્વાસ છે અને બાબાના દર્શનની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે ફરીથી યાત્રા શરુ થઇ ગઈ છે. CRPF અને અન્ય કર્મીઓએ અમને સુરક્ષિત રુપથી આગળ વધવા માટે માર્ગદર્શન કર્યું છે. Jammu Kashmirના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહલગામમાં નુનવાન આધાર કેમ્પની રવિવારે મુલાકાત લીધી હતી.

આઠ જુલાઇએ વાદળ ફાટવાથી આવેલા પૂર પછી બાધિત થયેલી Amarnath Yatraને બહાલ કરવાના પ્રયત્નનું નિરીક્ષણ કર્યું હતું

અધિકારીઓએ આ જાણકારી આપી છે. દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર Amarnath ગુફા પાસે ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકની આસપાસ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. તેની ચપેટમાં આવીને ગુફાની બહાર શિવિરમાં બનેલા ઘણા ટેન્ટ નષ્ટ થયા હતા. આ દુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થયા છે અને લગભગ ૪૦ લોકો ગુમ છે.

Other News : ભારત પાડોશી દેશ શ્રીલંકાના આર્થિક સંકટમાં ૩.૮ બિલિયન ડોલરની મદદ કરશે, જુઓ વિગત

Related posts

દિલ્હીમાં કર્ફ્યૂ : પોલીસે શાહિનબાગ દેખાવકારોને ખસેડ્યા…

Charotar Sandesh

‘ફેની’વાવાઝોડાએ ઓરિસ્સાને બરબાદ કર્યુંઃ ૫૨૫ કરોડ રૂપિયાનું નુકસાન

Charotar Sandesh

ટીએમસીમાં ગાબડું : મમતાને ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાનું રાજીનામું…

Charotar Sandesh