Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદથી વલસાડ મેઘ તાંડવ : અતિભારે વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર, નદીઓ ગાંડીતૂર

ભારે વરસાદ (heavy rain)

અમદાવાદ : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં રેકૉર્ડબ્રેક ૧૭ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદ (heavy rain) ને પગલે ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ, ડાંગ, વલસાડ, નવસારીની નદીઓ ગાંડીતૂર થયેલ હતી. બોડેલીમાં ૨૦ ઈંચ વરસાદ બાદ ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયેલ, ઓરસંગ-હેરણ અને અશ્વિની નદી બે કાંઠે વહેલતા વાહન વ્યવહાર ખોટવાયો હતો. NDRFની ટીમ દ્વારા ૮૦૦થી વધુ લોકોનુ સ્થળાંતર કરાયેલ.

અમદાવાદથી વલસાડ મેઘ તાંડવ : અતિભારે વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર, નદીઓ ગાંડીતૂર

ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલ પાણેછ, કડાછલા સંપર્ક વિહોણા બન્યા છે

ભારે વરસાદ (heavy rain) થી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થયેલ, ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના ૨૮ જેટલા પગથિયાં પાણીમાં ગરકાવ થયેલ, કવાંટમાં ધોધમાર ૯.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં માત્ર ઝાપટા થયા હતા

રાજ્યમાં હાલમાં મોનસુન એક્ટિવ થયેલ છે જેના પગલે ૫ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ (heavy rain) ની આગાહી કરાઈ છે.

Other News : વાદળ ફાટવાના કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ : યાત્રીઓનો નવો જત્થો રવાના

Related posts

ડીજે, મંડપ, ડેકોરેટર્સ, ફોટોગ્રાફ સહિતનાએ કલેક્ટરને છૂટ આપવા આવેદનપત્ર આપ્યું…

Charotar Sandesh

અમદાવાદ સિવિલમાં મોરબીના બ્રેઈનડેડ વૃદ્ધના અંગદાનથી દર્દીઓને મળ્યું નવજીવનદાન

Charotar Sandesh

પરેશ ધાનાણીના ગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતથી જીત…

Charotar Sandesh