નવી દિલ્હી : ઓમિક્રોનના પ્રથમ બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. ત્યાર બાદ તે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચ્યા હતા. રાજસ્થાનના જયપુરમાં ૯ કેસ સામે આવ્યા છે. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. પરિવારના ચાર સભ્યો દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા અને તેમાંથી ઓમિક્રોન બાકીના ૫ લોકોમાં ફેલાઈ ગયો હતો. પરંતુ ચિંતાની વાત એ છે કે આ પરિવાર ૨૮ નવેમ્બરે જયપુરમાં એક લગ્ન સમારોહમાં સામેલ થયો હતો.
હવે વહીવટીતંત્ર કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા બાકીના લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તેને ફેલાતો અટકાવી શકાય.ઓમિક્રોનનો પહેલો કેસ ૨ ડિસેમ્બરે દેશમાં આવ્યો હતો અને હવે ભારતમાં ૨૩ કેસ છે. એટલે કે ૫ દિવસમાં ૧૦ ગણો વધારો થયો છે જે ચિંતાનો વિષય છે.
માત્ર ૫ દિવસમાં દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોન ૫ રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે
મહારાષ્ટ્રમાં ૧૦, રાજસ્થાનમાં ૯, કર્ણાટકમાં ૨, દિલ્હી અને ગુજરાતમાં ૧-૧ દર્દી મળી આવ્યા છે.ઓમિક્રોન, કોરોનાવાયરસનું એક નવું અને ખતરનાક વેરિઅન્ટ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ૧૦ કેસ નોંધાયા છે. દરમિયાન, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, વિદેશથી મહારાષ્ટ્ર પહોંચેલા લગભગ ૧૦૦ મુસાફરો ગુમ થયા છે. આ યાત્રીઓ વિશે કંઈ જાણવા મળ્યું નથી.તેમનો કોઇ ડેટા મળી શક્યો નથી.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે વિદેશથી થાણે જિલ્લામાં આવેલા ૨૯૫ વિદેશી પ્રવાસીઓમાંથી ૧૦૯ મુસાફરોનો પત્તો લાગ્યો ન હતો. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ મીડિયા એજન્સીને જણાવ્યું કે આમાંના કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઑફ હતા, ઘણા આપેલા સરનામા પર કોઇ જોવા મળ્યા નહોતા. આનાથી જોખમ વધી શકે છે. મુંબઈમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસ, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૧૦ થઇ છે.મુંબઈમાં ગયા મહિને વિદેશથી પરત આવેલા બે લોકો કોરોના વાયરસના ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે.
Other News : ઓમિક્રોન આ રીતે વધ્યો તો દેશમાં ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં આવી શકે : આઈઆઈટીના વૈજ્ઞાનિક