મુંબઇ : બોલિવડ અભિનેતા વિક્કી અને કેટરિનાના શાહી લગ્નમાં ૧૨૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમનું સ્વાગત ગુલાબના ફૂલોની વર્ષા કરીને કરવામાં આવશે. તેમના લગ્નમાં ૧૦૦ રસોઇયાઓ વિવિધ પકવાન બનાવાની તૈયારી કરી રહ્યા છે. માટે પીરસવામાં આવનારા શાકભાજીને દેશ-વિદેશથી મંગાવામાં આવ્યા છે. લાલ કેળા, મશરૂમ, પાલક, કોબી વગેરેની ટ્રક કર્ણાટકથી આવશે તેમજ થાઇલેન્ડના તાઇક્વાંડોથી પણ શાક આવવાના છે.
લગ્નના એક અઠવાડિયા પહેલાજ ૮૦૦ બાઉન્સર્સ ત્યાં પહોંચી ગયા છે.કેટરિના કૈફ પરિવાર તેમજ વિક્કી કૌશલ સહિત સવઇ માધોપોર પ્રભુતામાં પગલા પાડવા પહોંચી ગઇ છે. તે અને વિક્કી કૌશલ ૯ ડિસેમ્બરના રોજ લગ્ન કરી રહ્યા છે.
લગ્નની વિધી ૭ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે
૭ ડિસેમ્બરના રોજ સંગીત, ૮ડિસેમ્બરના મહેદીંની વિધી, ૯ ડિસેમ્બરના લગ્ન અને ૧૦ ડિસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી પણ હશે. આ લગ્ન ધામધૂમ અને ઠાઠમાઠથી થવાના છે. રાજા-મહારાજાઓની સ્ટાઇલમાં આ લગ્ન થવાના છે. રિપોર્ટસના અનુસાર વિક્કી કૌશલ, એક-બે નહીં પરંતુ સાત સફેદ ઘોડીઓના રથ પર સવાર થઇને મંડપમાં આવશે.
Other News : અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ