મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથે ધરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે અને જિલ્લાના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીતેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથે ધરવામાં આવ્યા છે.
આ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા ઉત્પાદકો તેમજ વેપારીઓ દ્વારા તેમના ગ્રાહકોને બીલમાં વિવિધ મતદાર જાગુત સુત્રોને સ્થાન આપીને લોકોને મતદાન માટે જાગૃત કરવાના આ મહાયજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.
Other News : અમદાવાદમાં PM મોદીનો વન-મેન શો : રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા