Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અને ખંભાત તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો : આ તારીખ સુધી આગાહી

આણંદ જિલ્લામાં વરસાદ

જિલ્લામાં મેઘમહેર : આણંદ અને ખંભાત તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો

આણંદ-ખેડા જિલ્લામાં લો પ્રેશર સીસ્ટમના કારણે આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે : હવામાન વિભાગ

હવામાન વિભાગ મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. જે મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને ૪૮ કલાકમાં નબળું થતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે.  આણંદ-ખેડા જિલ્લામાં હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સીસ્ટમના કારણે આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.

આણંદ જિલ્લામાં ઓગસ્ટ માસ સુધીમાં માત્ર 49.33 ટકા વરસાદ થયો હતો. તેની સામે સપ્ટેમ્બર માસમાં 20 દિવસ દરમિયાન અવારનવાર મેઘમહેર ચાલુ રહેતા સરેરાશ 12 ઇંચ વરસાદ જિલ્લામાં નોંધાયો હતો. સપ્ટેમ્બરના 20 દિવસમાં 34.67 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેથી જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ 84 ટકાએ પહોંચી ગયો છે. હવે આણંદ જિલ્લામાં માત્ર 16 ટકા વરસાદની ઘટ રહી છે. આણંદ શહેર સહિત જિલ્લામાં સોમવાર સવારથી વાદળો ઘેરાયા હતા. દિવસ દરમિયાન થોડી થોડી વારે મેઘરાજા હાજરી પૂરાવી જતા હતા પરંતુ જે રીતે વાદળો ગોરંભાયા હતા તે પ્રમાણમાં અનરાધાર વરસાદ વરસ્યો ન હતો.

Related posts

આસોદર ચોકડી પાસે ધંધા-ઉદ્યોગને લાભ થાય તેવો બ્રીજ બનાવવા ધારાસભ્ય અમિત ચાવડાની રજુઆત

Charotar Sandesh

સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે આણંદ ખાતે પ્રગતિ ઓવરશીસનું ઉદ્‌ઘાટન કરાયું

Charotar Sandesh

આણંદ શહેર સહિત ખંભાત-ઉમરેઠ-પેટલાદમાં આજે વધુ ૧૧ લોકો કોરોનાની ઝપેટમાં…

Charotar Sandesh