Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદમાં આ સ્થળે કરવામાં આવશે, જાણો

૭૩મા પ્રજાસત્તાક પર્વ

આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે રાજયના મહેસુલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી ધ્‍વજવંદન કરાવશે

૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ બેઠક

આણંદ : આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના ૭૩મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ જિલ્‍લાના મુખ્‍ય મથક આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવનાર હોઇ જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી.

બેઠકમાં જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ ૭૩મા પ્રજાસત્તાક પર્વના રાષ્‍ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વર્તમાન કોવિડની પરિસ્‍થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ આ સંબંધી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

બેઠકમાં કલેકટરશ્રીએ આણંદ જિલ્‍લાના મુખ્‍ય મથક આણંદ ખાતે જિલ્‍લા કક્ષાના  ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્‍તૃત પરામર્શ કર્યો હતો

૭૩મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના મહેસુલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના હસ્‍તે ધ્‍વજવંદન સમારોહ યોજાશે તેની બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરશ્રીએ સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્‍યવસ્‍થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર શ્રીમતી કે. વી. વ્‍યાસ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિવ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Other News : રાજ્યમાં ઉત્તરાયણ બાદ એક દિવસમાં જ અધધ પ હજાર કેસ વધ્યા : છેલ્લા ૨૪ કલાકમાં જાણો કેટલા કેસ

Related posts

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે સંપર્ક કરવા અનુરોધ

Charotar Sandesh

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

Charotar Sandesh

અમુલ ડેરી પશુપાલકોને રોકડ નાણાં નહીં ચૂકવે, ૧ સપ્ટેમ્બરથી નિયમ લાગુ…

Charotar Sandesh