આણંદ : શહેરમાં વરસાદી માહોલમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પડી ગયા છે, ત્યારે શહેરના રાજોડપુરા તલાવડીથી લઈને તુલસી ગરનાળા સુધી બનાવવામાં આવેલ ડામર રોડની હાલત બિસ્માર થતા મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. તેમજ આસપાસની સોસાયટીઓના રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડામર રોડની હાલત બિસ્માર થઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો વારો વેઠવાની ઘડી આવી છે
તેના સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડ બનાવેલો તે સમયે હલકી ગુણવત્તા હોવાને કારણે બનાવ્યાના થોડાક સમયમાં આ રોડની આ હાલત સર્જાઈ છે. ત્યારબાદ અનેકવાર નગરપાલિકા અને જીલ્લા પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેમજ આ રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય હોવાના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Other News : આણંદમાં થોડા દિવસો અગાઉ બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાયેલ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું