Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આણંદમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો

ચરોતર

આણંદ : આજ રોજ તા : ૨૬/૦૭/૨૦૨૧ ના રોજ ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, આણંદમાં NCC વિભાગ દ્વારા ૨૨મો કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે 4 ગુજરાત બટાલિયન NCC નાં ઇન્સ્ટ્રકટરશ્રી અમિત પાંડે શાળાના આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલ અને કો-ઓર્ડીનેટર નીરલ્બેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમિત પાંડે સાહેબશ્રી દ્વારા કારગીલ વિજય દિવસ કેમ ઉજવવામાં આવે છે તે બાબતની સમજુતી NCC કેડેટ દ્વારા કારગીલ વિજય દિવસ પર વકૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિના ગીતોનું આયોજન કરેલ હતું.

અંતે આભારવિધિ શાળાના ANO મનીષભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું. આમ શાળામાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Related News : ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં થાળી ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું

Related posts

લારી પથારાવાળા હટાવ મામલે વિવાદ વકર્યો : ગેરકાયદે બાધકામ પર જેસીબી ફેરવાશે ? : ચર્ચા

Charotar Sandesh

આણંદ જીલ્લામાં ૨૪ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયો…

Charotar Sandesh

આણંદમાં કોરોનાના ગ્રામ્ય વિસ્તારોમાં બેકાબૂઃ ૬ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

Charotar Sandesh