આણંદ : લોકલ ક્રાઇમ બ્રાંચએ રવિવારની મોડી રાત્રે ખાસ ઓપરેશન હાથ ધરી બાતમીને આધારે ૫ ખુંખાર લુંટારૂઓને પકડી પાડ્યાં હતા. આણંદમાં લૂંટ ધાડમાં સંડોવાયલી આ ખુંખાર ગેંગના ૫ સાગરીતો પાસેથી છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી સહિતનો ઘાતક હથિયારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેંગના પકડાયેલા પાંચ સભ્યોની સઘન પુછપરછ હાથ ધરી હતી. જેને લઈ આ ગેંગે જિલ્લાની ૨૮ જેટલી ચોરી અને ધાડના ગુના કબુલ્યા છે. પોલીસે આ ગેંગને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ૬ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.
આ શખ્સોની તલાસી લેતાં છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી, રોકડ, મોબાઇલ સહિત રૂ.૬૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, આણંદ એલસીબીએ રવિવારની રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના બનતા હોઇ અને આ ગુનામાં સંડોવાયેલા ઈસમો રાત્રિના ઘાતક હથિયાર લઇ નવા સરદાર પટેલ રાજમાર્ગ પર લક્ષ સર્કલથી એપીસી સર્કલ તરફ થઇ આસપાસની સોસાયટી તથા વિદ્યાનગરમાં ધાડ પાડવા માટે જશે. આ બાતમી મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સહિતની ટીમે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન મધરાતે પાંચ શખસ ચાલતા લક્ષ સર્કલ તરફથી આવતા હોય તે પૈકી બે શખસના હાથમાં લાકડાનો દંડો, એક ઇસમના હાથમાં લોખંડનો સળીયો હતો. એલસીબીની ટીમ સતર્ક બની ગઈ હતી, સો ફુટ દુર આવતા જ પાંચેયને કોર્ડન કર્યાં હતાં. લુંટારું ગેંગ પણ પોલીસની હાજરી ભાપી જતાં તેઓએ ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસ જવાનોએ પીછો કરી પાંચેયને પકડી પાડ્યાં હતાં.
આ શખ્સોની તલાસી લેતાં છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી, રોકડ, મોબાઇલ સહિત રૂ.૬૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પાંચેય સામે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ ગેંગે ૨૮ જેટલા ચોરી અને લૂંટફાટના ગુના કબુલ્યા છે.
You May Also Like : સાસંદ દેવુસિંહ ચૌહાણનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ થતાં નડિયાદમાં આતશબાજી-ખુશીનો માહોલ