આણંદ : સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લોકસભા, વિધાનસભા માં ગુન્હાહીત પ્રવૃત્તિ આચરનાર ને રાજકીય પક્ષો દ્વારા ટિકિટ ફાળવીને ચૂંટીને મોકલવ મુદ્દે કડક વલણ અપનાવતા અગાઉ આણંદ ના સાંસદ વિરુદ્ધ આઇપીસી હેઠળ ગુના નોધાયા હોય તેમનું સાસદ પદ જોખમમાં હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતાં તેને રદિયો આપતા સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે આ કેસમાં કલીનચીટ મળી ગઇ છે તેમ છતાં તાજેતરમાં નીકળેલા જનઆશીર્વાદ યાત્રાને અત્રે જબરદસ્ત પ્રતિસાદ મળતા કેટલાક વિરોધીઓ દ્વારા આ પ્રકારનો દુષ્પ્ર્રચાર કરવામાં આવી રહ્યાનુ જણાવ્યું હતું.
-
વિરોધીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યાનો આક્ષેપ…
રદિયો આપતા મિતેષ પટેલે જણાવ્યું હતું કે આ કેસમાં કલીનચીટ મળી ગઇ છે તેમછતાં કેટલાક વિરોધીઓ ના પેટમાં તાજેતરમાં નીકળેલા જનઆશીર્વાદ યાત્રાને અત્રે જબરદસ્ત પ્રતિસાદ મળતા આ પ્રકારનો દુષ્પ્ર્રચાર કરવામાં આવી રહ્યાનુ જણાવ્યું હતું
પ્રાપ્ત વિગત અનુસાર તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગુન્હાહીત પ્રવૃત્તિ આચરનારને રાજકીય પક્ષો દ્વારા લોકસભા વિધાનસભામાં ટિકિટ ફાળવી ચુટી ને મોકલતા હોય લોકશાહીની ગરીમા ઝાખી પડવા પામતી હોય ચુટણીપંચને આ પ્રકારના ઉમેદવાર પર રોક લગાવવામાં આવે ના સુચનના પગલે આણંદ ના સાંસદ વિરુદ્ધ અગાઉ આઈપીસી ની કલમ ૧૪૭,૧૪૮,૩૩૨,૩૮૦,૪૩૬ હેઠળ નોધાયેલ ગુના સંદર્ભે પગલે સાસદ પદ જોખમમાં હોવા અંગેના પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુદ્દે સાંસદ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પાયાવિહોણા નુ જણાવી છેલ્લા બે વર્ષ થી સાંસદ તરીકે બજાવેલ સેવા ઉપરાંત વિધાનસભાનો ચૂંટણીજંગ આવી રહ્યો હોય જેના પગલે તાજેતરમાં યોજાયેલા જનઆશીર્વાદ યાત્રા માં મળેલ અદભૂત જનસમર્થનના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાઇ રહયું હોય આ પ્રકારનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યા નો આક્ષેપ કરી જે આઈપીસી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં મારી સાથે અન્ય ને કોટૅ દ્વારા નિર્દોષ મૂકત કયૉનું જણાવ્યું હતું. તેમજ આ સમગ્ર મુદ્દે પ્રદેશ કક્ષાએ પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
Other News : ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી : આ તારીખથી શરૂ થશે