આણંદ : ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. કોઈપણ જાતની ડીગ્રી વગર બની બેઠેલા આ મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા દવાખાના ખોલીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ગઈકાલે ખંભોળજ અને ઉમેટા ચોકડી પાસેથી બે આવા બોગસ તબીબો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સનત મોહનભાઈ ખંભોળજ પોલીસે ગઈકાલે રાસનોલ પીએચસીના મેડિકલ ઓફિસર સાથે ખંભોળજ ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલા મકાનમાં છાપો માર્યો હતો. જ્યાં અંબે ક્લીનીક ફેમીલી ફીજીશ્યનના નામે દવાખાનું ચલાવતો શખ્સ મળી આવ્યો હતો.જેનું નામઠામ પુછતાં તે ડીગ્રી વગર પ્રેક્ટીશ કરતા મુળ પશ્ચિમ બંગાળના સનત બિશ્વાસ તેમજ સુર્યનજય ઉર્ફે જોયભાઈ બિશ્વાસની દવાઓ તેમજ મેડીકલ સાધનો સાથે કરાયેલી ધરપકડ ખંભોળજ, મુળ પશ્ચિમ બંગાળ) નો હોવાનું જણાવ્યું હતુ. તેની પાસે ડીગ્રીની માંગણી કરતા કોલકાત્તાનું એક સર્ટીફીકેટ રજુ કરવામાં આવ્યું હતુ.
જે અંગે પુછપરછ કરતા તેણે પોતે જાતે જ બનાવ્યું હોવાની કબુલાત કરી હતી, તેના અભ્યાસ અંગે પુછતા તે માત્ર બાર ધોરણ પાસ જ હોવાનું જણાવ્યું હતુ
જેથી પોલીસે દવાખાનામાં તપાસ કરતા મેડીકલ સાધનો તેમજ કેટલીક દવાઓ મળી આવી હતી. જે સાથે કુલ ૨૩૬૩૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેના વિરૂધ્ધ ખંભોળજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ઘરી છે. આંકલાવ પોલીસે ગઈકાલે ઉમેટા ચોકડી પાસે છાપો મારતાં એક શખ્સ કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી વગર તબીબી પ્રેક્ટીશ કરતો ઝડપાઈ જવા પામ્યો હતો. તેનું નામઠામ પુછતાં સુર્યનજય ઉર્ફે જોયભાઈ રામેન બિશ્વાસ (રે. હાલ, ઉમેટા, મુળ પશ્ચિમબંગાળ)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તપાસ કરતા દવાઓ, મેડિકલ સાધનો તેમજ ઈન્જેક્શન સહિત કુલ ૪૪૬૨૧ રૂપિયાની વસ્તુઓ મળી આવતાં તે જમ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
Other News : ૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી