આજથી આણંદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે
આણંદ : ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકા ડૉ. છારીએ જણાવ્યું કે, જિલ્લામાં આગામી તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી ૧૩,૫૨૮ હેલ્થ વર્કરો અને ૧૫,૭૫૨ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને પ્રીકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં ૨૭૭ સબ સેન્ટર, ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.
આણંદ જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ સાથે ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓ તેમજ કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓ કે જેઓએ અગાઉ રસીના બંન્ને ડોઝ લીધા હોય તેઓને પણ ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોઇ તા.૦૩/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી ૧૫ થી ૧૮ વર્ષની વયજુથના કિશોર-કિશોરીઓ અને તા.૧૦/૦૧/૨૦૨૨ પછી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ, ૬૦ વર્ષથી વધારે વયના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને આ રસીનો લાભ લઈને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા આણંદ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી છે.
Other News : આણંદ-બોરસદ અને સોજિત્રા તાલુકાના કેટલાંક વિસ્તારોને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા