આણંદ : જિલ્લાની ૭ બેઠકો ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે, અને બુથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે સવારના ૧૦ વાગ્યા સુધી આણંદમાં ૪.૯૨ ટકા મતદાન અને ખેડા જિલ્લામાં ૪.૫ ટકા મતદાન થયું છે. આણંદ જિલ્લાના ૧૭.૬૬ લાખ મતદારો ૨૩૬૮ ઇવીએમ મશીનમાં જિલ્લાના ૬૯ ઉમેદવારોનું ભાવિ કેદ કરશે.
આ સાથે મુખ્ય ચુંટણી અધિકારીએ અપીલ કરી છે કે, કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં
ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા તબક્કામાં હવે ઘણી બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ઉમેદવારો મતદારોને પોતાની બાજુ ખેંચવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે, જેમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો છે, અને કુલ મતદારોમાં પુરુષ ૨,૫૩,૩૬,૬૧૦ અને સ્ત્રીઓ ૨,૩૭,૫૧,૭૩૮ નોંધાયા છે, જ્યારે ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો અને ૧૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થયો છે.
Other News : વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું