Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં સરેરાશ ૫૯.૦૪ ટકા મતદાન શાંતિપૂર્ણ સંપન્ન : કયા તાલુકામાં કેટલું થયું મતદાન ? જાણો

મતદાન

આણંદ : રાજ્યની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે, ત્યારે વહેલી સવારથી મતદાન બુથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી અને નવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદ જિલ્લાના ૧૭.૬૬ લાખ મતદારો ૨૩૬૮ ઇવીએમ મશીનમાં જિલ્લાના ૬૯ ઉમેદવારોનું ભાવિ કેદ થયું છે.

આણંદ જિલ્લામાં સવારે ૮-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધીનું અંદાજિત મતદાન ૫૯.૦૪ %
૧૦૮ – ખંભાત ૫૮.૪૨  ટકા
૧૦૯ – બોરસદ ૬૦.૧૮ %
૧૧૦ – આંકલાવ  ૬૮.૪૪  ટકા
૧૧૧- ઉમરેઠ  ૫૪.૨૦  %
૧૧૨ – આણંદ ૫૪.૫૯  %
૧૧૩ – પેટલાદ  ૬૧.૧૪  ટકા
૧૧૪ – સોજીત્રા  ૫૮.૭૭  %

આણંદ જિલ્લાની સાત વિધાનસભાના મતદાનના આંકડા અંદાજિત ટકાવારી દર્શાવે છે.

રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે, જેમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો છે, અને કુલ મતદારોમાં પુરુષ ૨,૫૩,૩૬,૬૧૦ અને સ્ત્રીઓ ૨,૩૭,૫૧,૭૩૮ નોંધાયા છે, જ્યારે ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો અને ૧૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થયો છે.

Other News : વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Related posts

ઉમરેઠમાં રૂ. દોઢ કરોડના ખર્ચે સરકારી vvip રેસ્ટહાઉસનું નિર્માણ થશે…

Charotar Sandesh

આણંદ-વિદ્યાનગરમાં તા. ૧૩મીએ રવિવારે દિવસ દરમ્યાન પ કલાક સુધી વીજકાપ મુકાશે…

Charotar Sandesh

સ્વાતંત્ર્ય પર્વે નાપાડ તળપદમાં ગ્રામ પંચાયત કચેરીએ ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh