ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ (બાપજી), ઉમરેઠના ગોવિંદભાઈ પરમાર, સોજીત્રાના વિપુલભાઈ પટેલ આવતીકાલે ફોર્મ ભરશે
આણંદ બેઠકના ઉમેદવાર યોગેશભાઈ પટેલ અંબાજી માતાએથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને વિધિગત ઉમેદવારીપત્ર રજુ કરશે
આણંદ : જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરાયા છે, ત્યારે ૧૧ર આણંદ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર યોગેશભાઈ આર. પટેલ ઉમેદવારી પત્ર ભરવાના છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેર સભા સંબોધી ફોર્મ ભરવા માટે સાથે ઉપસ્થિત રહેવાના છે.
આ સાથે સોજીત્રા વિધાનસભા ભાજપના ઉમેદવાર તથા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ પણ આણંદ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરની કચેરી (આરઓ સોજીત્રા) ખાતે પોતાનું નિમાંકનપત્ર સુપ્રત કરવાના છે, જેમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. આણંદ સોજીત્રાના ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
- Jignesh Patel, Anand
Other News : કોંગ્રેસે છઠ્ઠી યાદી જાહેર : આણંદ બેઠકમાં કાન્તી સોઢા પરમાર રિપીટ, આંકલાવમાં અમિત ચાવડાને ટિકીટ