Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દર વર્ષની જેમ અનોખી રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા આણંદના કાઉન્સીલર ડો.પલક વર્મા

ડો.પલક વર્મા

આણંદ : 31st Decemberની ઉજવણી ને પગલે યુવાધન આનંદ પ્રમોદ સાથે પાર્ટી યોજી ખાસ બજેટથી નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે આણંદ નગરપાલિકાના કોંગ્રેસ ના કાઉન્સિલર ડો.પલક વર્મા (દીદી) નવા વર્ષની ઉજવણી કંઇક અનોખી રીતે ઉજવે છે.અને ઉજવણીના ખર્ચની રકમમાંથી ગરીબ અને જરીરીયાતમંદો માટે ગરમ કપડાં અને ધાબળા વિતરણ કરી તેઓની વચ્ચે ઉજવણી કરે છે.

ડો.પલક વર્મા

આણંદ શહેર માં કડકડતી ઠંડીનો માહોલ છે. ત્યારે રખડતું જીવન જીવતા અને ભીખારી જેવા લોકોની સંવેદનાને લઈ ડો.પલક વર્મા દીદી છેલ્લા સાત વર્ષથી ગરીબ અને ઘર વિહોણા જરૂરીયાતમંદો ને પોતાના પોકેટ ખર્ચમાંથી તેઓને દર વર્ષે 150 ઉપરાંત લોકોને ગરમ કપડાં, ધાબળા સહિતની ચીજો વિતરણ કરે છે.જેઓએ ગત રોજ આણંદ રેલવે સ્ટેશન ખાતે ગરીબોને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાં વિતરણ કર્યા હતા. જે પહેલને નગરજનોએ વધાવી છે.

  • Jignesh Patel, Anand

Other News : સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય યુથ ફેસ્‍ટીવલ સમાપન પ્રસંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્‍થિતિ

Related posts

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Charotar Sandesh

તારાપુર નજીક હાઈવે પર આવેલી હોટલમાં ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થતા સામાન બળીને ખાક…

Charotar Sandesh

ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં થાળી ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું

Charotar Sandesh