USA : અમેરિકામાં ગુજરાતીઓ ઉપર લૂંટ-હુમલાઓની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના ન્યુજર્સી (new jersey) માં ગુજરાતી વેપારીના જ્વેલરી શોપમાં બનવા પામી છે, જેમાં ઓક ટ્રી રોડ (oak tree road new jersey) ઉપર આવેલ ગુજરાત વેપારીના જ્વેલરી શો રૂમમાં ૧૦ થી ૧૨ જેટલા લુંટારૂઓ ઘુસી આવતાં આતંક મચાવી લુંટ કરી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ લુંટની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામેલ, જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, યુએસએના ન્યુજર્સીમાં ઓક ટ્રી રોડ (oak tree road new jersey) પર સ્થિત વિરાણી જ્વેલરી શો રૂમમાં આ ઘટના બનેલ છે, આ શોપના સંચાલક એક ગુજરાતી પરિવાર છે. જેમાં આ જ્વેલર્સમાં બંદૂક લઈને કેટલાક બુકાનીધારીઓ આવી ચઢેલ, જેઓએ બંદૂક બતાવી ડરનો માહોલ ઉભો કરી ગણતરીના મિનીટોમાં સોનાની વસ્તુઓની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયેલ. આ બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચેલ, આ લુંટની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામેલ, જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ આસપાસના સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Other News : નુપુર શર્માની ટિપ્પણીના વિરોધમાં રાંચીમાં હિંસા-આગચંપી, ર લોકોના મોત : દેશભરમાં વિરોધ પ્રદર્શન