ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી – ૨૦૨૧
આણંદ : રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
કરવામાં આવતાં આણંદ જિલ્લામાં ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણી તા. ૧૯/૧૨/૨૦૨૧૧ના રોજ યોજાનાર છે. જેની તા. ૨૨/૧૧/૨૦૨૧થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે.
મતગણતરી તા. ૨૧/૧૨/૨૦૨૧ના રોજ થશે. જયારે તા. ૨૪/૧૨/૨૦૨૧ના રોજ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે
આ ચૂંટણીઓના સરળ સંચાલન માટે તથા ચૂંટણી નિષ્પક્ષ, મુકત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા આણંદ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે શ્રી બી. એચ. પટેલ, એડીશનલ કલેકટર (ઇરીગેશન), વડોદરાની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
Other News : આણંદના ૧૭ ફાઈટર્સ એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશીપમાં ઝળક્યા