Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત વર્લ્ડ

અમેરિકામાં ગેરકાયદે બોર્ડર પરથી ઘૂસણખોરી કરતા ૭ જેટલા ગુજરાતીઓ ઝડપાયા, IELTS કૌભાંડ ખૂલ્યુ જુઓ વિગત

IELTSની એક્ઝામ

ન્યુયોર્ક : હાલના સમયમાં ગુજરાતીઓમાં વિદેશ જવાની લ્હાય વધવા પામી છે, ત્યારે હવે યુવાનો અમેરિકા-કેનેડામાં ગેરકાયદેસર રસ્તો અપનાવી પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં થયા છે, જેમાં કેનેડા અને અમેરિકા જવા તેઓ ગમે તે હદે જવા તૈયાર થયા છે, હવે અમેરિકામાં ઘૂસવા માટે ગેરકાયદે માર્ગ અપનાવી ડર વગર પ્રવેશી રહ્યાં છે, વિદેશ જવા માટે જરૂરી એવી IELTSની એક્ઝામમાં પણ હવે કૌભાંડો થતા જોવા મળી રહ્યા છે.

દરમ્યાન ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા ઝડપાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું, ત્યારે હવે બોગસ IELTS સર્ટિથી અમેરિકામાં ઘુસણખોરી કરતાં વધુ ૭ યુવાનોની અટકાયત કરાઈ છે, આ યુવકો કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરી રહ્યા હતા, તે દરમ્યાન પકડાઈ ગયા છે.

બોગસ IELTS સર્ટિફિકેટથી કેનેડાથી અમેરિકા જતાં ૭ યુવાનો પકડાયા છે

આ તમામ યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલ, જે બાદ ક્યુબીક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતાં હતા તે દરમ્યાન આ યુવકોની પુછપરછમાં ઝડપાઈ ગયેલ. તમામ યુવાનો મહેસાણા-ગાંધીનગરના હોવાનું સામે આવેલ છે, US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે આ ૭ યુવાનોને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરી છે. આ યુવાનો પાસેથી IELTS ના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે. તમામ યુવાનો મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે કેનેડા ગયેલ, જેમાં તમામને અંગ્રેજી ન આવડતું હોવા છતાં ૭ થી ૮ બેન્ડના સર્ટિફિકેટ મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Other News : આણંદ જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-પોલીસકર્મીઓનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

Related posts

કડીની હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ વાળા રેમડેસિવિરનો વેપલો કરતી નર્સ ઝડપાઇ…

Charotar Sandesh

ગુજરાતના 70 ધારાસભ્યોને આવકવેરા વિભાગની નોટીસ

Charotar Sandesh

કોંગ્રેસમાંથી મળેલ ઇજ્જત અને તાકાત અલ્પેશ હેન્ડલ ન કરી શક્યોઃ હાર્દિક પટેલ

Charotar Sandesh