Charotar Sandesh
વર્લ્ડ

યુક્રેન પર હુમલામાં અત્યાર સુધી રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા, ૨૦૦થી વધુને બંદી બનાવાયા

રશિયાના સૈનિકો

રશિયા : વિશ્વમાં ચર્ચામાં રહેલ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો જંગ છેલ્લા ચાર દિવસથી થઈ રહ્યો છે, ત્યારે રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી.

આ બાબતે મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા છે અને ૨૦૦થી વધુ સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા છે. અને ૨૦૦થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે.

વધુમાં, મેજર જનરલ કોનાશેન્કોવે એ પણ કહ્યું કે હુમલો શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં રશિયાની સેનાએ યુક્રેનના ૧૦૬૭ સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. જેમાંથી ૧૭ કમાન પોસ્ટ અને સંપર્ક કેન્દ્ર, ૩૮ વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી અને ૫૬ રડાર પ્રણાલી સામેલ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન સાથે જંગની જાહેરાત કરી હતી

રશિયાએ યુક્રેનના એ દાવાને માનવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ રશિયન સંઘના પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે રશિયાની સેના યુક્રેનમાં નાગરિકોને ધમકાવતી નથી તે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર ફાયરિંગ કરતા નથી. નાગરિકો માટે જોખમ હવે યુક્રેની રાષ્ટ્રવાદીઓ તરફથી ઉત્પન્ન કરાયું છે જે ત્યાંના લોકોને ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે તેમના તરફથી આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં રશિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રશિયાએ યુદ્ધના બહાને માસૂમ નાગરિકો વિરુદ્ધ નરસંહાર કર્યો છે. આ બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ રવિવારે યુક્રેન હુમલા મુદ્દે ૧૯૩ સભ્યવાળી મહાસભાનું ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવ્યું છે. જે સોમવારે આયોજિત કરાશે. ૪ દાયકામાં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ યુક્રેન પર UNGA માં વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈતિહાસમાં આવું ૧૧મી વાર હશે.

Other News : કેન્દ્ર સરકારના મંત્રીઓ રોમાનિયા, હંગરી, પોલેન્ડ જશે : વડાપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠક

Related posts

ચીનને ફટકો : ટ્રમ્પે હોંગકોંગના પ્રેફરેન્શિયલ ટ્રેડનો દરજ્જો પણ સમાપ્ત કર્યો…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાના નાઇટ ક્લબની બહાર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

Charotar Sandesh

અમેરિકાના એરપોર્ટ પર ઉડાન ભર્યા બાદ તુરંત જ વિમાનમાં આગ લાગતા ખળભળાટ…

Charotar Sandesh