Charotar Sandesh
ગુજરાત

યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી અત્યાર સુધી ગુજરાતના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા

ગુજરાતના વિદ્યાર્થીઓ

અમદાવાદ : વિશ્વમાં ચર્ચામાં રહેલ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો જંગ છેલ્લા ચાર દિવસથી થઈ રહ્યો છે, ત્યારે રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. છેલ્લા બે દિવસમાં સરકારને યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓના સંદર્ભમાં કુલ ૧૧૪ ફરિયાદો મળી છે.

યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ગુજરાતના ૧૦૦ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતાં. મેડિકલના અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. કેટલાંય વિદ્યાર્થીઓ ૨૦-૩૦ કિમી સુધી ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા છે. ઘણાં મેટ્રોરેલ સ્ટેશન અને પેટ્રોલ પંપ પર આશરો લીધો છે.ઘણાં બંકરોમાં પુરાયા છે.

યુધ્ધની સ્થિતી વધુને વધુ વણસી રહી છે ત્યારે સંતાનો કયારે પરત ફરશે તેની વાલીઓને ચિંતા સતાવી રહી છે. ગુજરાતી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાને પણ હેલ્પલાઇન શરૂ કરી છે. રાજ્ય સરકારે પણ ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.સતત બીજા દિવસે પણ ૬૪ ફોન અને ઇમેલથી ફરિયાદો મળી હતી.

છેલ્લા બે દિવસમાં કુલ ૧૧૪ ફોન-ઇમેલથી ગુજરાતી વિદ્યાર્થીઓને લગતી ફરિયાદો સરકારને મળી છે

આ ફરિયાદો આધારે યુક્રેનમાં કુલ ૫૮૭ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ જાણવા મળ્યુ છે. મુંબઇ ખાતે એર ઇન્ડિયાની ફલાઇટ આવી હતી જેમાં ગુજરાતના ૫૬ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતાં. જયારે દિલ્હી ખાતે એર ઇન્ડિયાની ફલાઇટ પહોંચી હતી જેમાં વધુ ૪૪ ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પરત ફર્યા હતાં.

ગુજરાત સરકારે મુંબઇથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસોની વ્યવસ્થા કરી હતી

ગાંધીનગર,અમદાવાદ,વડોદરા, ભરૂચ,વલસાડ,સુરત,ગીર સોમનાથ,અમરેલી,સોમનાથ,સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સાત્વનાઓ પાઠવી હતી.તેમણે એમઇએ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૧૮ ૭૯૭ ઉપરાંત ૯૧ ૧૧ ૨૩૦ ૧૨ ૧૧૩, ૯૧ ૧૧ ૨૩૦ ૧૪૧૦૪, ૯૧ ૧૧ ૨૩૦ ૧૭૯૦૫, ૯૧ ૧૧ ૨૩૦ ૮૮ ૧૨૪(એફએએક્ષ),નો સંપર્ક કરવા સૌનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન,પોલેન્ડ,હંગેરી,રોમાનિયા,સોવલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા છે. એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

Other News : દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર પુરી થતાં જ કોંગ્રેસના ૧ હજાર મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા

Related posts

કેમિકલકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી : મોતના આંકડાની વિગત જણાવી

Charotar Sandesh

કોંગ્રેસ હવે નેતા, નીતિ વિહોણી ડુબતી નાવ છે : સીએમ રૂપાણી

Charotar Sandesh

Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Charotar Sandesh