Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ

ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ

આણંદ : તારીખ 14 સપ્ટેમ્બર, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો કોવીડ કાળના 1 વર્ષના લાંબા અંતરાય બાદ શુભ આરંભ કરવામાં આવ્યો,તેને લઈને વિવિધ કોલેજના વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો,બાકરોલ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ 14 થી 22 સપ્ટેમ્બર સુધી અલગ અલગ થઈને કુલ 18 જેટલી રમતોનું યુનિવર્સીટી દ્વારા આયોજન કરાયેલ છે

જેમાં યોગા અને સ્વિમિંગ જેવી રમતોનો પ્રથમ વાર સમાવેશ કરવામાં આવેલ છે,જેમાં કુલપતિશ્રી શિરીષ કુલકર્ણીજી, સિન્ડિકેટ સદસ્યશ્રી સંજયભાઈ પટેલ(ખંભાત), આણંદ જિલ્લા મહામંત્રી અને સિન્ડિકેટ સદસ્ય નીરવભાઈ અમીન,વિપુલભાઈ પટેલ સાથે બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ વેલ્ફેર કમિટીના સદસ્યશ્રીઓ એ હાજરી આપી હતી, આજની ચેસ ની રમતમાં ભાગ લેવા ઉપસ્થિત વિવિધ કોલેજના વિધાર્થી મિત્રોને મળીને સૌ સ્પોર્ટ્સ એન્ડ વેલ્ફેર કમિટીના સદસ્યોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

  • Jignesh Patel, Anand

Other News : ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત જન-જાગૃતિ રેલી

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : આજે વધુ ૧૬ પોઝીટીવ કેસો…

Charotar Sandesh

દાહોદથી આણંદ આવતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20થી વધુ મજૂર ઇજાગ્રસ્ત…

Charotar Sandesh