આઈઆઈટીના તર્જ પર ૪ ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરવાનો વાયદો કરવામાં આવ્યો
આયુષ્યમાન ભારતમાં આવક મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાશે
ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ૫ દિવસ બાકી છે. ત્યારે ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે શનિવારે સવારે પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે.
ત્યારે નડ્ડાએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડનો વધારે લોકો સુધી લાભ પહોંચે તે માટે આવક મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાશે. તો રાજ્યમાં આઈઆઈટીના તર્જ પર ૪ ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરવાનોવાયદો કર્યો હતો.
સંકલ્પપત્ર લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા.
ચુંટણી ઢંઢેરામાં ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (એપીએમસી ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે. ૨૫,૦૦૦ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, I લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું.
દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ભાજપના સંકલ્પ પર પ્રહાર કરીન જણાવ્યું હતું કે, ભાજપે એક ધોખા પત્ર બહાર પાડ્યું છે, જૂઠપત્ર છે. ભાજપે રેવડી પત્ર બહાર પાડ્યું છે, બીજા પક્ષો જાહેર કરે તો રેવડી તો તમે શું જાહેરાત કરી? ૧૦ હજાર કરોડ લેણાથી ૪ લાખ કરોડ લેણામાં ભાજપે દેશને ઉતાર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીની જાહેરાત કરી હતી, હજુ પણ જોવા મળતી નહીં. ૫૦ ટકા જાહેરાત તો જૂની જ છે, ફક્ત શબ્દો બદલાવી નાખ્યા છે. નશાખોરી, ભ્રષ્ટાચાર, આરોપીઓ સામે કાર્યવાહીની કોઈ જ વાત કરી નથી. મોંઘવારીનો મ પણ જાહેરાતમાં નથી.
Other News : ખેડા જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા