Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

મહુધા વિધાનસભા બેઠક

મહુધા વિધાનસભા બેઠક મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે વિરાટ જનસભા યોજી

આજે યોજાયેલ જનસભામાં મહુધા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી

Anand : આગામી 5મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેજમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું. મહુધાના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે. કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા.

કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા,ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ,પીવાનું પાણી પહોંચાડવાનું કામ,ગરીબ પરિવારોમાં બીમારીની ચિંતા દૂર કરવાનું કામ,માં કાર્ડ,પીએમજય યોજના,130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. કોરોનામાં અનેત્યાર પછી ગરીબોના ઘેર મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે.

વધુમા ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે.રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ,કાશીવિશ્વનાથ, ઉજૈન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી સરકારે કામ કર્યું છે.ત્યારે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી.

આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ઝાડફિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે..અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાલક્ષી કાર્યોથી સહુ વાકેફ છે ત્યારે તેમના વિશ્વાસને મજબૂત કરવા આપણે સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી હતી.

Other News : વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ : આણંદ જિલ્લાની ૨૦૧૭ ની ચૂંટણીનાં લેખા જોખા

Related posts

બિન સચિ કારકુન અને સચિ સેવાના ઓફિસ આસિ વર્ગ-૩ના આણંદ જિલ્લાના ઉમેદવારો ખાસ વાંચે

Charotar Sandesh

અડાસ નજીક સહકાર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ આઈસરમાંથી ૮.૭૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં નશાબંધી સપ્તાહ અંતર્ગત ગામડી ખાતે ઉદ્‌ઘાટન સમારોહની ઉજવણી કરાઈ…

Charotar Sandesh