પૂણે : મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે શુક્રવારે જણાવ્યું કે છેતરપિંડી કરવાની આ અનોખી રીત અપનાવનાર ઠગ માત્ર ૨૨ વર્ષનો યુવક છે, જેનું નામ સુધીર જૈન છે. તે ઔરંગબાદના લાસુરમાં રહે છે.
નિખિલ પુણેની સિંહગઢ કોલેજમાં બીટેકનો થર્ડ યરનો વિદ્યાર્થી છે
પોલીસે તેને પુણે નજીક ઉંડ્રી વિસ્તારમાંથી પકડ્યો છે, જ્યાં તે ભાડાના ઘરમાં રહેતો હતો.એક જ્વેલરી શોપના માલિકની ફરિયાદ પછી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજના આધારે આરોપીને પકડ્યો.
પોલીસની ગુંડાવિરોધી ટીમે નિખિલની આકરી પૂછપરછ કરી અને થોડી જ વારમાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. શુક્રવારે આરોપીની ધરપકડ પછી કેટલાક વધુ પીડિતો CCTV ફૂટેજની સામે આવ્યા અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. આરોપીની પાસેથી ૧૦૫ ગ્રામ સોનાનાં ઘરેણાંની સાથે એક મોંઘો મોબાઈલ ફોન અને ૧ સ્કૂટર જપ્ત કરાયું છે. આ ઉપરાંત આરોપીની પાસેથી પાંચ લાખ રૂપિયાનો મોંઘો સામાન પણ મળી આવ્યો છે. માનવામાં આવે છે કે આ વસ્તુઓને પણ તેને આ રીતે પ્રોક્સી પેમેન્ટથી ખરીદ્યું હશે.
કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું હતું કે આ પ્રકારની એપથી ખોટું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, એટલે કે પહેલી નજરે જોતાં એવું લાગે કે પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, પરંતુ હકીકતમાં આ ટ્રાન્ઝેક્શનના પૈસા એકાઉન્ટમાં જમા નથી થતા. આરોપી નિખિલે પણ આજ પદ્ધતિ અપનાવીને ઘણા જ્વેલરી માલિકો પાસેથી લાખોનાં ઘરેણાં ખરીદ્યાં.
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડા પોલીસે એક એવા હાઈટેક ચોરની ધરપકડ કરી છે, જે એપની મદદથી જ્વેલરી શોપ ઓનર્સને ઠગતો હતો. તેની છેતરપિંડી કરવાની સ્ટાઈલ પણ એકદમ અલગ હતી. તે જ્વેલરી ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતો હતો, ફોન ડિસ્પ્લેમાં પેમેન્ટ ટ્રાન્સફર દેખાતું હતું, પરંતુ એ પૈસા એકાઉન્ટમાં જમા થતા ન હતા. કોઈને શંકા ન જાય એ માટે તે પૈસા ટ્રાન્સફર કરવાનો સ્ક્રીનશોટ પણ શેર કરી દેતો હતો.
Other News : ઓમિક્રોનના કેસો વધતાં ભારતના આ રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ : રેલીઓ-સરઘસ પર પ્રતિબંધ