આણંદ : ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે બી.વી.એમ એલ્મની એસોસિએશન નાં પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઈ પટેલના વડપણ અને માર્ગદર્શન હેઠળ બી.વી.એમ એલ્મની એસોસિએશન અંતર્ગત તા.04/06/2021 ના રોજ “મેટર ધેટ મેટર્સ (મહત્વ નો મુદ્દો )” વિષય પર પ્રવચન યોજાયું.
જેમાં મુખ્ય અતિથિ તરીકે પુ. આદર્શજીવન સ્વામી (વરિષ્ઠ સંત, BAPS સંસ્થા,) સંસ્થા ના પ્રિન્સિપાલ તથા BVM Alumni Association ના ચેરમેન ડૉ.ઈંદ્રજિત એન.પટેલ, એન્જીનીયર પ્રદીપભાઈ પટેલ (માનદ મંત્રી, BVM Alumni Association), જોઈન્ટ સેક્રેટરી શ્રી વિનોદભાઈ પંચાસરા (માનદ સહમંત્રી,BVM Alumni Association) ,ડૉ. દીપક વ્યાસ((માનદ સહમંત્રી,BVM Alumni Association)), શ્રી નીતિનભાઈ પટેલ તથા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ (હેડ, આઇ.ટી એન્જી,BVM) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં એન્જીનીયર પ્રદીપભાઈ પટેલે યુટ્યુબ ચેનલ ના માધ્યમ દ્વારા ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું તથા બી.વી.એમ એલ્મની એસોસિએશન અંતર્ગત પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી.આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે 14 જૂન 1948 ના રોજ શ્રી સરદાર પટેલ ના માર્ગદર્શન તથા શ્રી ઘનશ્યામદાસજી બિરલા ઉદાર સખાવત થી સ્થપાયેલ બી.વી.એમ એ તેના મુદ્રાલેખ “વર્ક ઇઝ વર્શિપ “પર સતત પ્રયત્નશીલ છે.સમગ્ર વિશ્વ માં ઔદ્યોગિક, શૈક્ષણિક,રાજકીય,સામાજિક,ધાર્મિક એમ દરેક ક્ષેત્ર માં બીવીએમ ના 20000 થી વધુ એન્જીનીયર્સ કાર્યરત છે.આંતર રાષ્ટ્રીય કક્ષા એ NASA,AMAZON,માઈક્રોસોફ્ટ જેવા ટોચ ના ઓર્ગેનાઇઝેશન માં બીવીએમ ના એન્જીનીયર્સ કાર્યરત છે.સ્વામિનારાયણ સંસ્થાન ના દરેક મહોત્સવ માં પૂજ્ય શ્રી આદર્શ જીવન સ્વામી,પૂજ્ય શ્રી અક્ષર વત્સલ સ્વામી તથા પૂજય શ્રી આદર્શ જીવન સ્વામી સંચાલન તથા ઉદઘોષક તરીકે નું યોગદાન ઉલ્લેખનીય છે. ઉપરોક્ત પ્રસંગે ઉપસ્થિત મુખ્ય અતિથિ પૂજ્ય શ્રી આદર્શ જીવન સ્વામી કે જેઓ બી.વી.એમ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તથા સરદાર પટેલ યુનિવર્સીટી તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી માંથી Ph.D ડોક્ટરેટ ની પદવી મેળવી છે તે સમગ્ર બી.વી.એમ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ ઉપરાંત પૂજ્ય જ્ઞાનવત્સલસ્વામી, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી,પૂજ્ય વેદજ્ઞ સ્વામી,પૂજ્ય અક્ષયમુનિ સ્વામી,પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પણ બી.વી.એમ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે બી.વી.એમ માટે ગૌરવપૂર્ણ બાબત છે.વર્તમાન સમય માં સમગ્ર વિશ્વ છેલ્લા 1.5 વર્ષ થી જે covid-19 મહામારી માં થી પસાર થઈ રહ્યું છે તે જયારે બહાર આવશે ત્યારે જીવન વિષે નો અભિગમ બદલાયેલો હશે તેને અનુલક્ષી ને જીવન નો મૂળભૂત ઉદ્દેશ્ય,સંસાર માં મનુષ્ય ની જવાબદારી,સહજ જીવન માટે જરૂરી વ્યક્તિગત સદગુણો ને કેન્દ્ર માં રાખી ને આ પ્રકાર નું આયોજન સરાહનીય છે.
પૂજ્ય શ્રી આદર્શજીવન સ્વામીએ અમુલ્ય જીવનને ઉત્કૃષ્ટ બનાવવવાનો માર્ગ બત્તાવ્યો. સાથે સાથે વ્યાહારિક જીવનમાં વિવેક બુદ્ધિનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું સચોટ માર્ગદર્શન દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું. વિવેક બુદ્ધિ, મહત્વનો મુદ્દો, માટે સત્સંગ, સદવિચાર અને સંત-સમાગમની કેમ જરૂરીયાત છે એ એમનાં માર્મિક પ્રવચન દ્વારા શ્રોતાગણને સમજાવ્યું. શ્રી વિનોદભાઈ એ BVM Alumni Association વતી આભારવિધિ દ્વારા વક્તા અને સર્વે શ્રોતાગણનો આભાર માન્યો હતો.
આ ઓંનલાઈન કાર્યક્રમને ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ તથા સ્ટુડન્ટ કોર્ડિનેટર, જૈમીન, ઈશાન અને જય, દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો હતો તથા દરેક વિભાગીય વડાઓ તથા બી.વી.એમ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નો અભૂતપૂર્વ સહકાર પ્રાપ્ત થયો હતો. જેનો ૫૫૦થી પણ વધારે ભૂતપૂર્વ વિધાર્થીઓ, પ્રાધ્યાપક્ગણ અને વિધાર્થીઓએ લાભ લીધો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડૉ. નિલેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.