Charotar Sandesh
ચરોતર વર્લ્ડ

USA : રૉબિન્સવિલ ન્યૂજર્સીમાં હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું શાનદાર ઉદ્ઘાટન

BAPS સ્વામિનારાયણ

‘અક્ષરધામ સનાતનમ્..’ – કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું

12, 500 સ્વયંસેવકોના લાખો માનવકલાકોના અપાર ભક્તિસભર શ્રમથી સર્જાયો ચમત્કાર

ન્યુયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પાઠવ્યા

USA : ઑક્ટોબર 8, 2023 ના રોજ, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ન્યુ જર્સીનું ઉદ્ઘાટન BAPSના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરતું,  સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે. હજારો હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને તેઓના 90 માં જન્મદિને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું.  

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા બાદ આશીર્વચનમાં જણાવ્યું,

“અહીં આવનાર  સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.” આ અક્ષરધામનું સર્જન 2011 માં શરૂ થયું હતું. ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપ આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના વિવિધ પૂજનીય સ્વરૂપોની પ્રતિષ્ઠા સાથે કુલ 13 ગર્ભગૃહ ધરાવે છે.

ઉદ્ઘાટન નિમિત્તે 30 સપ્ટેમ્બરથી ચાલી રહેલાં નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમ શૃંખલામાં સેંકડો મહાનુભાવો અને સ્વયંસેવકોએ અક્ષરધામ વિશે પોતાનો અહોભાવ રજૂ કર્યો. આ ઉપરાંત છેલ્લાં 75 કરતાં વધુ દિવસથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો અને  મુલાકાતીઓએ અક્ષરધામના દર્શન-મુલાકાત દ્વારા તેઓની ગહન અનુભૂતિઓને રજૂ કરી. અક્ષરધામ દ્વારા ન્યૂજર્સીમાં અત્યાર સુધીના સૌથી મોટા રકતદાન અભિયાનોમાંના એક એવા રકતદાન યજ્ઞ હેઠળ છેલ્લાં 10 અઠવાડિયામાં 10,000 જેટલી વ્યક્તિઓ માટે ઉપયોગી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ તેઓની અક્ષરધામ અનુભૂતિ રજૂ કરી હતી.

  • Nilesh Patel, USA

Other News : આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ

Related posts

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

Charotar Sandesh

ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ

Charotar Sandesh

વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે

Charotar Sandesh