તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ – રાજય અને દેશના નિર્માણ માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે : શ્રી મિતેષભાઇ પટેલ
વડાપ્રધાનશ્રી જન આરોગ્ય યોજના હેઠળ (PM-JAY) જરૂરતમંદ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ જયારે સગર્ભા માતાઓને પોષણકીટ એનાયત કરાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મેડીકલ ચેક અપ – બલ્ડ ડોનેશન કેમ્પ સહિત નિરામય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યા
આણંદ : આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ તા. ૨પ મી ડિસેમ્બરથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉજવણીના આજે ત્રીજા દિવસે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ર્યક્રમમાં વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરતાં આર્થિક પ્રગતિ માટે શારીરિક સ્વસ્થતા અત્યંત અનિવાર્ય છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યકિત જ સ્વસ્થ સમાજ, રાજય અને દેશ નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજય સરકાર તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ, રાજય અને દેશના નિર્માણ માટે અથાગ પ્રયાસો કરી રહી હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બોરસદ તાલુકાના વાસણા, દહેવાણ, ખંભાત તાલુકાના બાજીપુરા અને પેટલાદ તાલુકાના મહેલાવ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રોના ઇ- લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જયારે જિલ્લાના અંતરિયાળ ગામો કે જયાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પેટા આરોગ્ય કેન્દ્રો નથી તેવા ગામોમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ખંભાત તાલુકામાં-બે(ર) અને તારાપુર, સોજિત્રા, ઉમરેઠ, બોરસદ અને આંકલાવ તાલુકામાં એક-એક મળી કુલ સાત મોબાઇલ મેડીકલ યુનિટ વાનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોરસદ તાલુકાના દાવોલ અને બદલપુર, તારાપુર તાલુકાના બુધેજ અને ઉમરેઠ તાલુકાના મંગળપુરા ખાતે આંગણવાડીના મકાનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Other News : આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ થશે