વધુ વસ્તી વિકાસમાં અડચણરુપ, તેનાથી ગરીબી વધે છે
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિના મુસદ્દાનું વિમોચન કર્યું.
આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશની વધતી જનસંખ્યા વિકાસના માર્ગમાં સૌથી મોટી અડચણ છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જે નવી જનસંખ્યા નીતિ લઈને આવી છે તેની સાથે સમાજના દરેક વર્ગે જોડાવું પડશે. યોગીએ લોકોને અપીલ કરી કે જનસંખ્યા નિયંત્રણ માટે જાગૃતતા જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેનાથી સમાજમાં ખુશાલી આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ પર છેલ્લા ચાર દશકથી ચર્ચા થઈ રહી હતી.
દેશની ગરીબીનું એક મુખ્ય કારણ વસ્તી પણ છે. તેમણે કહ્યું કે જે પણ જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બે બાળકોની વચ્ચે અંતર ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, બે બાળકોના જન્મમાં અંતર ન હોવાના કારણે કુપોષણનો ખતરો પણ વધી જાય છે.
યોગી સરકારે નવી જનસંખ્યા નીતિનો જે મુસદ્દો તૈયાર કર્યો છે જો તે અધિનિયમિત થઈ જાય છે તો આ તે પ્રસ્તાવિત કાયદો ગેઝેટ પ્રકાશિત થયાના એક વર્ષ બાદ લાગુ થઈ જશે. એટલે કે વર્ષ ૨૦૨૨થી ઉત્તર પ્રદેશમાં ૨૦૩૦ સુધી જનસંખ્યા નીતિ લાગુ રહેશે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દામાં જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરનારા લોકોને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે.
તેની સાથોસાથ તેને ન માનનારા લોકો માટે અનેક સુવિધાઓથી વંચિત કરવાની પણ જોગવાઈ છે.
યુપીમાં જન્મદર ઘટાડવાની જરુર છે.માતાના સ્વાસ્થ્ય માટે પણ બે બાળકો વચ્ચે અંતર હોય તે જરુરી છે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દામાં જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરનારા લોકોને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે.
You May Also Like : સમય જતા ફ્લૂ જેવો થઇ જશે કોરોના, દર વર્ષે લેવી પડી શકે છે વેક્સિન : ICMR