આણંદ વિધાનસભાની ૫ બેઠક પર ભાજપના વિજય સાથે સિવિલ હોસ્પિટલ મુદ્દો ચર્ચામાં : સ્થળફેરની સેવાતી આશંકા
આણંદ : ગતરોજના આણંદ વિધાનસભાની સાત પૈકી પાંચ બેઠક પર ભાજપના વિજય બાદ જીલ્લાની પ્રાથમિકતા કયા મુદ્દે રહેશે ના સવાલ પર ભાજપ નેતાએ હવે પાંચ ધારાસભ્ય અને સાસદ ભેગા થઇ પ્રાથમિક સુવિધાઓના ઉકેલ માટે સક્રિય બનીશું નું જણાવતા દશ માસ પૂર્વ રાજ્ય સરકાર દ્વારા આણંદની વ્યાયામશાળાની જગ્યાએ અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સાથે સ્થાનિક સ્તરેથી હવનમાં હાડકાં નાખવામાં આવતા પ્રક્રિયા પર રૂકજાવના આદેશ થયા હતા. અને સુત્રોનું માનીએ તો સ્થળફેરની માગ પગલે ટેન્ડર પ્રક્રિયા રોકવામાં આવી હતી.
હવે પાંચ ધારાસભ્ય અને સાસદ ભેગા થઇ પ્રાથમિક સુવિધાઓના ઉકેલ માટે સક્રિય બનીશું : ભાજપ નેતા
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા દશકથી આણંદ ખાતે જીલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ સાકાર માટે માગ ઉઠવા પામતા બેસ્થળે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છતાં સ્થાનિકસ્તરે થી રોડા નાખવામાં આવતા વર્ષ ૨૦૧૬માં પૂર્વ કલેક્ટર દ્વારા શહેરની વ્યાયામશાળાની જગ્યા સિવિલ મુદ્દે આરોગ્ય વિભાગને ફાળવવામાં આવતા વર્ષ ૨૦૨૦માં રાજ્ય સરકારે વ્યાયામશાળાની જગ્યાએ જ સિવિલ હોસ્પિટલ નિર્માણ નો નિર્ણય કરવામાં આવતા સ્થાનિક નેતાઓ ના ભવા ચઢવા પામ્યા હતા.
બાદમાં તે સમયના આરોગ્ય મંત્રી નિતીન પટેલની મંત્રી પદ ગમન થવા છતાં સરકાર દ્વારા ગત ફેબ્રુઆરીમાં વ્યાયામશાળાની જગ્યાએ જ ૧૯૧કરોડના ખર્ચે સિવિલ સાકાર નો નિર્ણય કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે ૫ૂર્વ સ્થાનિક નેતાએ હવનમાં હાડકાં નાખી સિવિલ અન્યત્ર ચીખોદરા નજીક સાકાર ની માગ કરતાં તે સમયે આક્ષેપ પ્રતીઆક્ષેપ થવા સાથે હાઈકોર્ટમાં વ્યાયામશાળાની જગ્યાએ જ સિવિલ નિર્માણ ની ૫ીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. શું હવે વ્યાયામશાળાની જગ્યાએ જ સિવિલ ને નવનિયુક્ત ધારાસભ્યો અને સાસદ પ્રાથમિકતા આપશે ખરા ?
Other News : ડાયરામાં ખાનદાનીની ફાંકા-ફોજદારી કરતા કલાકાર દેવાયત ખાવડ સામે FIR નોંધાતા હવે ભૂગર્ભમાં, જુઓ