Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય સેનાનો કમાન્ડો ડોગ ‘ઝૂમ’ આતંકીઓ સાથે અથડામણમાં ઈજાગ્રસ્ત થતાં શહીદ થયો

કમાન્ડો ડોગ ઝૂમ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અથડામણ દરમિયાન ઘાયલ થયેલ ભારતીય સેનાના કમાન્ડો ડોગ ઝૂમ શહીદ થઈ ગયો છે. શ્રીનગરના સૈન્ય પશુ ચિકિત્સા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલ કમાન્ડો ડોગના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સેનાના અધિકારીએ કહ્યું કે કમાન્ડો ડોગને હુમલા દરમિયાન ત્રણ ગોળીઓ વાગી હતી. ગોળી વાગવાથી તે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, તેની સર્જરી કરવામાં આવી. પરંતુ આજે સારવાર દરમિયાન આ ડોગનું નિધન થયું છે. તેના ચહેરા અને પગમાં બંદૂકની ગોળીથી ઈજા થઈ હતી.

સર્ચ ઓપરેશનમાં ઠઝૂમે બે આતંકવાદીઓને મારવામાં સેનાની મદદ કરી હતી

અધિકારીએ જણાવેલ કે, ઝૂમને ૧૦ ઓક્ટોબરે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં એક અથડામણ દરમિયાન તે ઘરને ખાલી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદી છુપાયેલા હતા. જ્યારે ઝૂમ તે ઘરની અંદર ગયો તો આતંકવાદીઓએ તેના પર ગોળીઓ વરસાવી હતી. આ હુમલામાં તેને ત્રણ ગોળી વાગી હતી.

ઉલ્લેખનીય છે કે ઝૂમ સેનાનો શિકારી કુતરો હતો. જેને ઓર્ડર નિભાવવા અને સમય પ્રમાણે ક્રૂ થઈ જવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા, તેની માહિતી મેળવવા અને તેના પર હુમલો કરવા માટે ઝૂમને તાલીમ આપવામાં આવી હતી.

Other News : ગાંધીનગરમાં ચુંટણીની ગરમી : જૂના સચિવાલયમાં આગ લાગી, અનેક દસ્તાવેજો-ફાઈલો આગમાં સ્વાહા, જુઓ વિડીયો

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh

સુપ્રિમમાં બની ચર્ચાસ્પદ ઘટના : વકીલો શોધી રહ્યા છે ૫૦ પૈસાના સિક્કાઓ..!!

Charotar Sandesh

મન-કી-બાત : કોરોના ગયો તેવું માનનારા લોકોને મોદીએ કોરોના ગયો નથી તે યાદ કરાવ્યું

Charotar Sandesh