Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસ નેતા ભરતસિંહ ફરી વિવાદમાં : રૂપાળી ૨૪ વર્ષીય યુવતી મામલે હોબાળો થયો : નવો વિડીયો વાયરલ

કોંગ્રેસ નેતા ભરતસિંહ

આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રંગરેલીયાનો કથિત વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં સપડાયા છે, તેમના પત્ની રેશ્મા પટેલે જ ઘટનાનો ભાંડો ફોડતા રાજકીય હડકંપ મચી જવા પામેલ છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) નો ર૪ વર્ષીય છોકરી સાથેનો રંગરેલિયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે અને આજે મિડીયામાં તે જ અંગે ચર્ચાઓ થઈ રહી છે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પરસ્ત્રી સાથેના સંબંધનો ભાંડો તેમની પત્નીએ વિડીયો વાયરલ કરી ફોડ્યો : રાજકીય હડકંપ મચી

તેમની પત્ની રેશ્મા પટેલે મિડીયા સમક્ષ વાયરલ વિડીયોની પુષ્ટી આપતાં જણાવેલ કે, આ ઘટના મંગળવારે મોડી રાત્રે જ બનેલ, આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ આશ્રય બંગલો ખાતે આ સમગ્ર વિડીયો મુજબ ઘટના બનેલ, છેલ્લા ઘણા દિવસોથી ભરતસિંહ ઉપર હું નજર રાખી રહી હતી, ત્યારે મંગળવારે ભરતસિંહ પાછળ પીછો કરેલ હતો.

દરમ્યાન સૌથી પહેલા મેં જોયું કે ભરતસિંહ વિદ્યાનગર રોડ ઉપર આઈસ્ક્રીમ ખાઈ આશ્રય બંગલો ખાતે પહોંચેલ, જ્યાં એક ર૪ વર્ષીય યુવતી સાથે રંગરેલિયા મનાવતા નજરે પડતાં રંગરેલિયા મનાવતા હતા. વાયરલ થયેલ વિડીયોમાં ભરતસિંહ અને ર૪ વર્ષીય યુવતી નજરે પડે છે. રેશ્મા પટેલે મિડીયા સમક્ષ વધુમાં જણાવેલ કે, હજુય પણ તેઓ ભરતસિંહને માફ કરવા તૈયાર છે.

Other News : દેશમાં ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા રૂ. ૨૦૦૦ : પીએમ મોદીએ શિમલામાં દબાવ્યું બટન

Related posts

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ…

Charotar Sandesh

દિવાળી-નવા વર્ષના વધામણા અર્થે આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંકુલ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

Charotar Sandesh

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

Charotar Sandesh