અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો હાંસલ કરી જીત મેળવી છે, ત્યારે તારક મહેતા ફેમ ‘સુંદરમામા’ મયુર વાકાણીએ ભાજપની પ્રચંડ જીતની પણ માનતા રાખી હતી, જેથી તેઓ ૭૫ કિમી પગપાળા વિઠલાપુરમાં ચાંચરી માતાનાં દર્શન કરવા નીકળી પડ્યા છે અને માનતા પુરી કરશે.
તમને જણાવી દઈએ કે, તારક મહેતા ફેમ મયુર વાકાણી (સુંદર મામા) આજે ભાજપની પ્રચંડ જીત થતાં આજે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને આશરે ૭૫ કિ.મીની પગપાળા માનતા પુરી કરવા પહોંચ્યા હતા
સોની સબ ઉપર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે, અને ફેન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવેલ છે.જેમાં ગરબા ક્વીન દયાબેન (દિશા વાકાણી)ના રીલ તેમજ તેમના અસલી ભાઈ સુંદરલાલ (મયૂર વાકાણી) પોતાની અલગ જ ભૂમિકાને લઈને ચર્ચામાં રહેલ છે.
Other News : આણંદ જીલ્લાની પાંચ બેઠક ગુમાવનાર કોંગ્રેસનો EVM મશીન હેકીંગ કર્યાનો આક્ષેપ