ફિલ્મના ડાયલોગ્સને લઈ દર્શકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી
બોલિવૂડ જગતમાં હવે ધાર્મિક સ્ટોરીને લઈ ફિલ્મો બની રહી છે, ત્યારે ઘણી ફિલ્મો અમુક દ્રશ્યો-ડાયલોગ્સને કારણે વિવાદોમાં સપડાતી હોય છે. ત્યારે હાલમાં ગત શુક્રવારે રિલીઝ થયેલ આદિપુરુષ ફિલ્મ (adipurush film) માં પણ કેટલાક ડાયલોગ્સને લઈ વિવાદ ઉભો થયો છે અને દર્શકો દ્વારા નેગેટીવ રિસ્પોન્સ પણ અપાઈ રહ્યો છે.
આ આદિપુરુષ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ડાયલોગ્સમાં
(1) “કપડાં તેરે બાપ કા! તેલ તેરે બાપ કા! જલેગી ભી તેરે બાપ કી”
(2) “તેરી બુઆ કા બગીચા હૈ, કિ હવા ખાને આ ગયા?”
(3) “જો હમારી બહેનોં કો હાથ લગાયેંગે હમ ઉનકી લંકા લગા દેંગે”
(4) “આપ અપને વક્ત કે લિયે કાલીન બિછા રહે હૈ”
ત્યારે હવે છેવટે આદિપુરુષ (adipurush film) ના નિર્માતાઓને સમજાયું કે તેઓએ પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેઓએ હનુમાનજી અને ફિલ્મના અન્ય પાત્રો દ્વારા બોલવામાં આવેલ અયોગ્ય ડાયલોગ્સ બદલવાનું નક્કી કર્યું છે, થોડા જ દિવસોમાં આ બદલાવ થિએટર્સમાં જોવા મળશે તેમ જણાવેલ છે.
Other News : આદિપુરુષ ફિલ્મને લઈ ભારે વિરોધ બાદ આખરે ફિલ્મના નિર્માતાએ લીધો આ નિર્ણય