અમદાવાદ : કોરોનાના નવા કેસોની સામે સાજા થનારાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે, ત્યારે ૧૮ ઉંમર ઉપરના બાળકોને વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેથી આ સાથે જ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. આ શ્રેણીમાં તમીલનાડુ સરકારે ૧ ફેબ્રુઆરીથી ધો.૧થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગયા બાદ શાળા શરૂ કરવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે
કોરોના સંક્રમણની રફ્તાર ધીમી પડવાની સાથે જે રીતે તમામ રાજ્યોમાં બજારો અને દુકાનો શરૂ કરી દેવાઈ છે એવી જ રીતે સ્કૂલો અને બીજા શૈક્ષણિક સંસ્થાનોને પણ શરૂ કરવાનું દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને જે બાળકો ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરી રહ્યા છે તેના વાલીઓ તરફથી શાળાઓ શરૂ કરવાની માંગ સતત વધી રહી છે. જો કે ત્યારબાદ પણ રાજ્ય સ્કૂલોને શરૂ કરવાને લઈને અચકાઈ રહ્યા છે.
સંક્રમણના ડરથી સ્કૂલ-કોલેજો બંધ થવાને કારણે બાળકોને ઓનલાઈન ભણાવાઈ રહ્યા છે પરંતુ ક્લાસ રૂમ જેવા ભણતરથી તેઓ વંચિત રહે છે. મોટાભાગના બાળકો ઓનલાઈન ભણતરમાં શ્રેેષ્ઠ પ્રદર્શન કરી શકતાં નથી.
Other News : ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં માસ્ટર માઈન્ડને પોલીસે ઉઠાવ્યો હોવાની ચર્ચા