છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૫ નવા કેસ નોધાયા છે. તો ૧ હજાર ૧૦૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે…
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. જેને પગલે નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીના મોત થયા છે. સતત ૩ દિવસથી દૈનિક મૃત્યુઆંક સ્ટેબલ થયો છે. સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦ હજારને પાર થયો છે અને કુલ મૃત્યુઆંક ૧૦ હજાર ૩ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૫ નવા કેસ નોધાયા છે. તો ૧ હજાર ૧૦૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને ૯૭.૬૨ ટકા થયો છે. હવે ૬ મહાનગર અને ૩૦ જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે એકેય જિલ્લા કે શહેરમાંથી ૧૦૦થી વધુ કેસ નોંધાયા નથી.
રાજ્યમાં અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગાંધીનગર, જામનગર અને ભાવનગર શહેર તથા ભરૂચ, નવસારી, બનાસકાંઠા, ખેડા, વલસાડ, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, તાપી, જામનગર, અરવલ્લી, ભાવનગર, મોરબી અને નર્મદા જિલ્લામાં માત્ર સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે.
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો : સુરત 78, વડોદરા 61, અમદાવાદ 47, ગીર સોમનાથ 20, રાજકોટ 32, જુનાગઢ 30, પોરબંદર 16, ગાંધીનગર 13, જામનગર 11, અમરેલી 12, ભરૂચ – નવસારી 9, બનાસકાંઠા – ખેડા-વલસાડ 8, પંચમહાલ 7, આણંદ 6, દેવભૂમિ દ્વારકા – કચ્છ 5, સાબરકાંઠા – તાપી 4, મહિસાગર 3, અરવલ્લી – મોરબી 2, ભાવનગર 4, નર્મદા 1.