Charotar Sandesh
ઈન્ડિયા

કેરળ રાજ્યમાં કોરોનાનો હાહાકાર : બે દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

લોકડાઉન
દેશભરના કુલ કોરોના કેસોમાં ૫૦ ટકા કેસ કેરળમાં નોંધાયા
કેરળમાં ૬૬ ટકા વસ્તિ કોરોનાથી સંક્રમિત, છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, ૩૧ જુલાઇ અને ૧ ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન રહેશે

ન્યુ દિલ્હી : કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરળ સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. પાછલા ૨૦ દિવસમાં સૌથી વધારે કેસ ૨૪ કલાકમાં સામે આવ્યા છે.

દેશભરના કુલ કેસમાં ૫૦ ટકા કેસ કેરળમાં છે. આ આંકડાઓ સામે આવ્યા પછી કેરળ સરકારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની બીજી લહેરનો સંપૂર્ણપણે અંત નથી આવ્યો. કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. બીજી લહેર પીક પર પહોંચી પછી કેરળમાં કેસ ઘટવા લાગ્યા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરરોજના ચાર લાખ કેસ ઘટીને ૨ લાખ સુધી પહોંચવામાં ૨૬ દિવસનો સમય લાગ્યો હતો. ૨ લાખ કેસથી ૧ લાખ સુધી આવવામાં ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. એક લાખ કેસથી ૫૦ હજાર કેસ સુધી આવવામાં ૨૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ પાછલા ૩૧ દિવસથી નવા કેસ ૩૦-૪૦ હજારની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારના રોજ નોંધાયેલા કેસમાં ૮૦ ટકા કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોના છે.

ચિંતાજનક વાત એ છે કે દેશના કુલ કેસમાંથી ૫૦ ટકા માત્ર કેરળથી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૬૬ ટકા વસ્તી કોરોના સંક્રમિત છે, કન્ટેનમેન્ટ સ્ટ્રેટજી પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે અને ઈદના અવસર પર છૂટ આપવામાં આવી હતી, આ કેસ વધવાના મુખ્ય કારણો છે. કેરળમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર પોતાની ટીમ કેરળ મોકલશે. આ ટીમમાં ૩-૪ સભ્યો હશે. આ ટીમ હોસ્પિટલમાં બેડની સ્થિતિ, એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર અને મેડિકલ ઓક્સિજનની સાથે સાથે કોરોના રસીકરણના પૂરતા સંસાધનોની સ્થિતિ જોશે.

You May Also Like : સાવધાન : દેશમાં એક જ દિવસમાં કોરોના કેસોમાં ૧૪ હજારનો વધારો

Related posts

લદાખ બાદ ચીને અરૂણાચલની પાસે વધારી હલચલ, ભારતીય સેના અલર્ટ…

Charotar Sandesh

એસબીઆઇએ હોમ લોન પર વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો…

Charotar Sandesh

હાથરસ કેસ : CM યોગીની કડક કાર્યવાહી, SP-DSP સહિતનાં અધિકારી સસ્પેન્ડ…

Charotar Sandesh