Anand : તારીખ 06/02/2023 ના રોજ BRC ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી ના સહયોગ થી આણંદ તાલુકા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા અલગ અલગ પ્રકાર ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને સરકાર શ્રી તરફ થી મળતા લાભો જેવા કે બસ મુસાફરી પાસ પેન્શન યોજના સંત સૂરદાસ યોજના જેવા 104 બાળકો એ લાભાર્થી ઓ લાભ લીધો.
આ કાર્યક્રમ ને ied સાહેબ નરેશભાઈ બી આર સી સાહેબ જયદીપ ભાઈ ના માર્ગદર્શન થી તેમજ સ્પેશ્યલ એજ્યૂકેટર મિતેશ પારેખ અને તેમની ટીમ , જિલ્લા બાળ સુરક્ષા કચેરી ના જીમી ભાઈ અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ કર્યો.
આ કાર્યક્રમ ના મુખ્ય દાતા શ્રી મિતેશભાઈ પટેલ સામરખા તરફ થી ચા અને નાસ્તો આપવામાં આવ્યો.
- Ketul Patel, Anand
Other News : મોડી રાત્રે ઉંચા અવાજે ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરનાર ડીજે સંચાલકો સામે કાર્યવાહી : ૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત