આણંદ : મહા પર્વ એટલે દિવાળી પર્વ ને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગૃહિણીઓ-બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી કપડા, હોમ ડેકોર, દિવાળી ક્રાફ્ટ સહિતની વસ્તુઓની ખરીદીઓ શરૂ કરી દીધી છે.
ત્યારે આણંદ શહેરમાં ઈન્ડો-આક્રિકા હોલ, ફાયર સ્ટેશન નજીક સરદાર ગંજ રોડ ખાતે તા. ૧૫-૧૬ ઓક્ટોબર દરમ્યાન ભવ્ય કલા ઉત્સવ નામનો Diwali Special Exhibition શરૂ થયો છે.
જેની ભવ્ય શરૂઆત આજરોજ કરવામાં આવેલ. આ દરમ્યાન ખરીદી માટે ગૃહિણીઓ મોટી સંખ્યામાં ઉમટી હતી.
આ Diwali Special Exhibitionમાં દરેક પ્રકારના કપડાઓ, ફેશન એસેસરીઝ, હોમ ડેકોર, દિવાળી ક્રાફ્ટ આઈટમો, લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ, ફુડ સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે.
જેથી આ એકમાત્ર સ્થળે દરેક ચીજવસ્તુઓ મળી રહે તેથી ભવ્ય Diwali Special Exhibition ની શરૂઆત કરાઈ છે, એકવાર જરૂર મુલાકાત લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Other News : રર ગામ ચરોતર લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીનું અભિયાન સફળ : ૧૫૦૦ યુવકોનું વ્યસન છુટ્યું