Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મોંઘવારીનો વધુ એક માર : અમુલે ક્રીમ અને દુધના ભાવમાં રૂ. ૨ નો વધારો કર્યો, ગુજરાતને આપી રાહત

અમુલે ક્રીમ

ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં અમૂલ ડેરીએ ભાવ વધાર્યા, ચુંટણી નજીક આવતા લોકોમાં પ્રશ્નો ઉદ્‌ભવ્યા ?

નવીદિલ્હી : દિવાળીના સીઝનમાં મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે, શનિવારે અમૂલે ફુલ ક્રીમ અને ભેંસના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરતા લોકોને મોંઘવારોનો વધુ એક ડોઝ મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, Amulનું ફુલ ક્રીમ મિલ્ક હવે ૬૨ના બદલે ૬૪ રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના MD M.S.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે (Amul Dairy) ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.૨નો વધારો કર્યો છે. સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર ૧૬ તારીખથી લાગુ થશે.

Other News : આણંદમાં Diwali Special Exhibition કલા ઉત્સવનો ભવ્ય પ્રારંભ : તહેવારની ખરીદી માટે એકમાત્ર સ્થળ, જુઓ

Related posts

આણંદના હાડગુડમાં વધુ બે કેસો સામે આવ્યા : જિલ્લામાં કુલ પોઝીટીવ કેસો ૪ થયા…

Charotar Sandesh

ર્ડા. શિવાની ભટ્ટ ચેરીટેબલ ફાઉન્ડેશન તરફથી ઉમરેઠ જનરલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સનટ્રેટર દાનમાં મળ્યા…

Charotar Sandesh

ફાગણી પૂનમના મેળાને લઈ એસટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે

Charotar Sandesh