સુરતમાં ગ્રીસ્મા વકેરિયા મર્ડર કેસ બાદ જિલ્લામાં ચકચાર મચી છે
સુરત : સુરતમાં બનેલ એકતરફી પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના બાદ જિલ્લામાં ચકચાર મચી છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા તેમજ પાસની ટીમના સભ્યો મૃતકના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી.
અલ્પેશ કથેરિયાએ કહ્યું કે, અમારા વિસ્તારની અંદર એટલે કે, વરાછા યોગીચોક, સરથાણા, કતારગામ, પુણા ગામ વિસ્તારમાં ડ્રગ્સ અને તેના જેવા માદક પદાર્થોનું સેવન યુવાનો વધુ પ્રમાણમાં કરતા હોય તેવું જણાઈ રહ્યું છે
ફેનિલ પણ આ પ્રકારના વ્યસનનો બંધાણી હોય તેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. ફેનિલએ કરેલા કૃત્યને કારણે સ્વભાવિક રીતે જ માતા-પિતાને પોતાના સંતાનની ચિંતા થાય. અમારા વિસ્તારમાં આ પ્રકારનું દૂષણ વધુ ન ફેલાય તેના માટે અને આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો કરવાના છીએ.
પોલીસને પણ અલ્ટીમેટમ આપીએ છીએ કે, તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરનારા સામે પગલાં લે. મૃતક યુવતીની અંતિમ વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મૃતક યુવતીના પિતા સાઉથ આફ્રિકામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને જાણ કર્યા બાદ આજે તેઓ સુરત આવી રહ્યા છે.આવતીકાલે તેમની હાજરીમાં જ ક્રિયા કરવામાં આવશે.
આ કાર્યક્રમ માટે અમે એ જાહેર કોલ આપવાના છે જેથી કરીને લોકો તેમાં જોડાઈ શકે. અંતિમક્રિયામાં લગભગ દરેક સોસાયટીમાથી એક વ્યક્તિ આવે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અમારા વિસ્તારની અંદર જે પ્રકારે ડ્રગ્સ સહિત પાવડર તેમજ અન્ય માદક પદાર્થોનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોવાના કારણે અમે આ બાબતે તાજેતરમાં જ પોલીસ કમિશનરને પણ એક આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ હવે અમે આગામી દિવસોમાં સુરત પોલીસને સાત દિવસ માટેનું અલ્ટીમેટમ આપવાના છીએ.
બીજી મહત્વની બાબત એ છે કે, અમારા વિસ્તારમાં કપલ બોક્સ ચાલી રહ્યા છે. કપલ બોક્સની અંદર અમારા કોલેજીયન યુવાનો લગભગ ૯૦% જતા હોય છે. આ અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે.
Other News : કરણી સેના દ્વારા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરાઈ