આણંદ : પ્રત્યેક નાગરિકને ઉત્તમ આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવાઇ છે, જેને પરિણામે આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ સારી આરોગ્યલક્ષી સારવાર મળી રહી છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો, કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા પંદર માસ દરમિયાન ૭૫,૭૮૯ લાભાર્થીઓ માટે રૂ. ૫૮.૩૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે
જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારત અંતર્ગત એપ્રિલ-૨૦૨૨ થી જુન-૨૦૨૩ દરમિયાન ૨૩,૭૦૦ લાભાર્થીઓની સારવાર માટે રૂ. ૪૯.૫૦ કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે એપ્રિલ-૨૦૨૨ થી જુન-૨૦૨૩ દરમિયાન કેન્દ્ર સરકારની જનની સુરક્ષા યોજના અંતર્ગત ૮,૧૫૩ લાભાર્થીઓને રૂ. ૫૫.૬૯ લાખ, નિશ્ચય પોષણ સહાય યોજના અંતર્ગત ૭,૦૦૧ લાભાર્થીઓને રૂ. ૯૧.૦૮ લાખ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ૧૯,૫૩૧ લાભાર્થીઓને રૂ. ૪૭૯.૬૪ લાખ, જ્યારે રાજ્ય સરકારની કસ્તુરબા પોષણ યોજના અંતર્ગત ૧૭,૪૦૧ લાભાર્થીઓને રૂ.૨૫૯.૬૩ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આમ, સરકાર દ્વારા જન જનના સ્વાસ્થ્યની દરકાર રાખવામાં આવી રહી છે. જેને પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.
Other News : આણંદ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો : ૨૫ પ્રશ્નોનો સુખદ નિકાલ