અમરોહા : યુપીના અમરોહામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો, જેમાં બે વર્ષ પહેલા દીકરીની હત્યાનો આરોપ પિતા અને ભાઇ પર લાગેલ, તેના કારણેથી બંન્નેને લગભગ વર્ષભર જેલમાં બિતાવવો પડેલ, ત્યારબાદ પરિવારજનોને પુત્રી જીવતી મળતા, હાલ પિતા અને પુત્રીને જામીન મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પીડિત પરિવારે આ ઘટનાને લઇને ૧૧ પોલીસ કર્મચારીઓની વિરૂધ્ધ કેસ દાખલ કરાવેલ હતો, હાલ બંન્ને મામલાની સુનાવણી અદાલતમાં ચાલી રહી છે. મામલો આદમપુર વિસ્તારના મલકપુર ગામનો છે અહીં રહેનારી કમલેશ બે વર્ષ પહેલા અચાનક પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી.પરિવાજનોએ કમલેશને શોઘવા માટે વિનંતી કરી પોલીસે ઉલ્ટાનું પિતા સુરેશ અને તેના ભાઇ બ્રજકિશોરને કમલેશની હત્યાના આરોપમાં પકડી લીધા, અચાનક એક દિવસ ગામના જ એક યુવકે કમલેશને પાસેના ગામ પોરારામાં જોઇ ઘરે જઇ તેણે વાત પીડિત પરિવારને જણાવેલ, ત્યારબાદ ગ્રામીણો અને પીડિત પરિવારે એકત્રિત થઇ કમલેશને શોધી ઘરે લાવી, ત્યારબાદ કહેવાતી મૃતક કમલેશને પોલીસની સામે હાજર કરી પોલીસ પણ તેને જોઇ સ્તબ્ધ થઇ ગઇ અને કમલેશને નારી નિકેતન મોકલી આપી સમગ્ર મામલો સામે આવ્યા બાદ પુરાવાના આધારે હાઇકોર્ટે પિતા અને પુત્રને જામીન આપ્યા હતાં.
જામીન પર આવ્યા બાદ આ મામલે પીડિત પરિવારે અદાલતમાં ૧૧ પોલીસ કર્મચારીઓની વિરૂધ્ધ કેસ દાખલ કરાવ્યો
પરંતુ પોલીસ કર્મચારીઓની વિરૂધ્ધ કેસ હોવાથી એક વર્ષ બાદ પણ તેમની વિરૂધ્ધ આજ દીન સુધી ચાર્જશીટ કોર્ટમાં દાખલ થઇ શકી નહીં પીડિત પરિવાર આરોપી પોલીસ કર્મચારીઓને જેલ મોકલવાની વિનંતી કરી રહ્યો છે.
Other News : ગૃહ મંત્રાલયની જાહેરાત : આ તારીખ સુધી દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમો તોડનારને દંડ નહિ થાય