Charotar Sandesh
ઈન્ડિયા

Internet-User : ભારતમાં ઈન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા ૮૨ કરોડ પર પહોંચી

ઈન્ટરનેટ (Internet)

આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે રાજ્યસભામાં માહિતી આપી

ન્યુ દિલ્હી : ભારતમાં ઈન્ટરનેટ (Internet)નો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે અને હાલમાં ભારતમાં ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટ (Internet) નો ઉપયોગ કરી રહ્યા છે.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં આ અંગે જાણકારી માંગી હતી અને તેના જવાબમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, દેશમાં ૧.૫૭ લાખ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૮૨ કરોડ ઈન્ટરનેટ (Internet) યુઝર્સ નોંધાયા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૩૦ કરોડ કરતા વધારે અને શહેરી વિસ્તારમાં ૫૦ કરોડ કરતા વધારે છે. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ (Internet) ની પહોંચ વધારવા માટે તમામ ગ્રામ પંચાયતોમાં ભારત નેટ યોજના લાગુ કરી છે. કુલ મળીને ૧.૫૭ લાખ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવી છે. દેશમાં ૫.૨૫ લાખ કિલોમીટર લંબાઈના ઓપ્ટિક ફાઈબર બીછાવવામાં આવ્યા છે.

દરમિયાન એક અંદાજ એવો છે કે, ૨૦૨૫ સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૯૦ કરોડ થઈ જશે. ગયા વર્ષે આ આંકડો ૬૨ કરોડ હશે. ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા શહેરી વિસ્તાર કરતા પણ વધી રહી છે.

Other News : Corona : કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

Related posts

મુÂસ્લમ મહિલાઓને નમાઝ પઢવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર,મહિલા આયોગને નોટિસ ફટકારી

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલ થકી સરકારને ચાંદી : એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો ઉછાળો…

Charotar Sandesh

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh