રાત્રી દરમ્યાન ધારાસભ્ય ગેનીબેને દારૂની પેટીઓના ઘા કર્યા
પાલનપુર : ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ દરરોજ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઇ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં એનું વેચાણ થતું હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. ત્યારે વાવનાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધી મામલે આકરાપાણીએ છે.
ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો છે
૧૫ માર્ચના રોજ વિધાનસભામાં બૂટલેગરોનાં નામ જાહેર કર્યાં બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બૂટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ભાભરથી કોતરવાડાની કેનાલ પરથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જોડાયા હતા.
હવે બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જો કોઈ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શિખવાડવામાં આવશે, સાથે પ્રશાસન અને પોલીસ સામે આરોપ કરતાં કહ્યું હતું કે મે ૧૫ માર્ચ ૨૦૨૨ના રોજ વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં હતાં, પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ કર્યા છે, સાથે રાજસ્થાન સરહદમાંથી મોટા પાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાની વાત કહી હતી.
વિધાનસભામાં દારૂ અંગે વાત કરી હતી અને ગુજરાતના ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે અમે પગલાં લઈશું છતાં આ પ્રમાણે દારૂની બદીઓ ફૂલીફાલી છે. પોલીસની રહેમ નજર હેઠળ બૂટલેગરો બેફામ બન્યા હોય કે પછી રાજ્યનાં મોટાં માથાંની રહેમ નજર હોય. વિધાનસભામાં ચર્ચા થયા પછી પણ બૂટલેગરો બનાસકાંઠાની અંદર આ રીતે દારૂ ઘુસાડે છે.
Other News : ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર છે : જાણો કોણે ટ્વીટ કરી કર્યો ધડાકો