Charotar Sandesh
ગુજરાત

સરકારી બાબુઓને સીએમની ચેતવણી : શબ્દોની રમત રમી અરજદારોને હેરાન ના કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

બોટાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.૨૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે પ્રદેશ ભા.જ.પ. અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયાં હતાં. આ લીંબતરૂ યાત્રિક ભવનમાં ૧૪૦ એ.સી.રૂમોની સગવડ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓ સાથેનાં આ યાત્રિક ભવનના નિર્માણથી યાત્રિકોની સગવડતામાં વધારો થશે.

લોકોની હેરાનગતિ ના થાય તે માટે અમારા પ્રયત્નો : CM

ત્યારે આજે બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને હેરાન કરવામા ના આવે. જે કામ ના થાય તેમ હોય તે ના પાડી દે. પહેલા ના પાડે અને પછી બે વર્ષ પછી તે જ કામ કરી આપવામા આવે તે શક્ય ના બને. કામ કરવામા શબ્દોની મારામારી નડતી હોય તો શબ્દો જ બદલી નાખીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં. ગઢડા ખાતે નિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનાં લોકાર્પણ માટે પધારેલા મુખ્યમંત્રીએ ગઢડા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. સ્વામી બ્રમ્હવિહારી સ્વામી તથા સંતગણે મુખ્યમંત્રીનું મંદિર પટાંગણમાં ઉષ્માભેર આવકાર્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે હેલીકોપ્ટર મારફતે એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં હતાં ત્યારે મુખ્યમંત્રીને આવકારવાં માટે હેલીપેડ ખાતે ધારાસભ્યો સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Other News : ગુજરાત કોંગ્રેસની કમાન કોને મળશે ? આગામી ચુંટણીની જવાબદારી આ યુવા નેતાને સોંપાય તેવી શક્યતા

Related posts

શંકરસિંહની ઘરવાપસી વિષે કશું કહી ન શકાય, હાઈકમાન્ડ નિર્ણય કરશે : ગુજરાત કોંગ્રેસ

Charotar Sandesh

ધોરણ 12ની પરીક્ષાઑ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે, પહેલી જુલાઇથી શરૂ થશે પરીક્ષા…

Charotar Sandesh

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Charotar Sandesh