આણંદ : જિલ્લાના આણંદ-સોજીત્રા રોડ પર પીપળાવ ગામ નજીકથી પસાર થતી બીએમડબલ્યુ કારમાં આગ લાગતાં બળીને ખાખ થઈ હતી. જેને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, ગોધરાના રહીશ અશરફ દળી મિત્રની (GJ-6-DG 2281 BMW) નંબરની ગાડી લઈને ભાવનગર તરફ નીકળ્યા હતા, જે દરમ્યાન ઓવર સ્પીડે પુરપાટ ઝડપે જતી ગાડીમાં ધુમાડો નીકળતા કારમાં ચાર ચાલક સહિત સવાર વ્યક્તિઓ સમયસર બહાર નીકળી ગયેલ, જેથી સદનસીબે જાનહાનિ ટળી હતી, આ અંગે સોજીત્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Other News : આણંદ જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો : જુઓ આજે નવા કેટલા કેસો નોંધાયા, ૩૯ દર્દીઓ સાજા થયા