Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઈ તેની તપાસ હવે હાઈલેવલ કમિટી કરશે

વડાપ્રધાન મોદી

પંજાબ : ગઈકાલે સર્જાયેલ વડાપ્રધાન મોદીના કાફલા સાથે ઘટના અંગે દેશભરના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભૂલની તપાસ માટે ગૃહમંત્રી અમિત શાહે ૩ મેમ્બર્સની હાઈલેવલની કમિટી બનાવી છે. ગૃહમંત્રી શાહે કમિટીને કહ્યું કે તેઓ ઝડપથી તપાસ રિપોર્ટ સોંપે.

આ કમિટીમાં સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના, SPG IG એસ સુરેશ અને IB જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ સામેલ છે

દેશના ૧૬ પૂર્વ DGP સહિત ૨૭ IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને પત્ર લખીને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. પત્રમાં પંજાબ સરકારે PM યાત્રા દરમિયાન તથાકથિત પ્રદર્શનકારીઓના સહયોગથી જાણીજોઈને અને આયોજનબદ્ધ સુરક્ષા ચૂક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. સુપ્રીમ કોર્ટ ૭ જાન્યુઆરીથી તમામ મામલાની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં કરશે. આ દરમિયાન તમામ જજને પોતાના નિવાસસ્થાનના કાર્યાલયથી કામ કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એક સર્ક્યૂલરના માધ્યમથી કહ્યું છે કે ૧૦ જાન્યુઆરીથી માત્ર અત્યંત જરૂરી મામલા, તાજા ઘટનાક્રમ, નજરબંધી અને નિશ્ચિત તારીખના મામલા સાથે જોડાયેલી જામીન અરજીના કેસને કોર્ટની સામે લિસ્ટેડ કરવામાં આવશે.

Other News : વડાપ્રધાનના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધીઓએ રસ્તો બ્લોક કર્યો : ભાજપ કાર્યકર્તાઓમાં રોષ

Related posts

કોરોના બીમારીનો ડર, બીમારી કરતા મોટી સમસ્યા છે : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

બસપાના સરકારી બેંકોમાં રહેલા આઠ ખાતામાં ૬૬૯ કરોડ રૂપિયા જમા છે દેશના સૌથી ‘અમીર’ પક્ષ તરીકે બસપા પ્રથમ અને સપા બીજા ક્રમ

Charotar Sandesh

પેટ્રોલની વધતી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે : કેન્દ્રિય મંત્રી ગડકરી

Charotar Sandesh