આણંદ : ખેડા લોકસભાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણને કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા આ ખુશીના વધામણા અર્થે ભારતીય જનતા પાર્ટી ભાજપ ખેડા જીલ્લા પરિવાર દ્વારા આતશબાજીનો કાર્યક્રમ સંતરામ ટાવર ખાતે યોજાયો હતો.
Celebration : નડિયાદ સ્થિત તેમની સાસંદ સુવિધા કેન્દ્ર ખાતે પણ અનેક લોકો ઉમટી પડ્યા
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી જહાંન્વીબેન વ્યાસ, મહામંત્રી વિકાસભાઈ શાહ, વિપુલભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ રંજનબેન સહિત જિલ્લાના, શહેરના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
You May Like Also : સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન-કપડાનું વિતરણ કરાયું